અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર રહેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે હાઈકોર્ટના આદેશ અને તબીબી સલાહના આધારે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની ભૂખ હડતાળનો આજે 21મો દિવસ હતો. હોસ્પિટલ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે તેમની પત્નીએ પરિવાર અને સારવાર કરી રહેલા ડૉક્ટરોની મંજૂરી વિના કોઈપણ સારવાર શરૂ ન કરવાની અપીલ કરી છે.