PowerGrid Line Farmers Protest: અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા PowerGrid લાઇન માટે કરવામાં આવી રહેલા જમીન સંપાદનના વિરોધમાં આજે વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવા ભરૂચ કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા હતા. જોકે, પોલીસે રેલીને રસ્તામાં રોકતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને સ્થિતિ તંગ બની હતી. પોલીસની રોકટોક બાદ ખેડૂતો રસ્તા પર...