વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિત શેર કરીને દેશવાસીઓને ધૈર્ય અને કર્મનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે વિપરીત પરિસ્થિતિમાં પણ માણસે હિંમત ન હારવી જોઈએ અને ધૈર્ય સાથે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ.