PM-AJAY: અનુસૂચિત જાતિના લોકોના સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણને વધુ ગતિ આપવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY)ના અસરકારક અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU)ની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે.