ગાંધીનગરના એક પીજી (PG) હોસ્ટેલ સંચાલક સામે GST વિભાગની મહિલા નિરીક્ષક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સુરતની 30 વર્ષીય GST ઇન્સ્પેક્ટરે ગાંધીનગરના રહેવાસી સહદેવ રાઠોડ સામે ₹26.80 લાખની છેતરપિંડી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.