અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpના એક મોટા દાવાએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચેનો શાંતિ કરાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મધ્ય પૂર્વના અનેક દેશોના નેતાઓ સાથે થયેલી મહત્વપૂર્ણ ચર્ચાઓ બાદ આ કરારને લઈને મોટી પ્રગતિ થઈ હોવાનું જણાવાયું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલ્લું મૂકવાની સંભાવનાએ વિશ્વભરના તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવી ચર્ચાઓ શરૂ કરી દીધી છે.