PBKS vs GT Live: પંજાબ કિંગ્સે ગુજરાતને હરાવ્યું છે. કૂપર કોનોલીના દમ પર પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે વિજયથી શરૂઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા હતા. તેની સામે ડેબ્યૂ કરનારા કોનોલીએ શાનદાર અણનમ અડધી સદી ફટકારી હતી, જેના કારણે પંજાબ કિંગ્સ 19.1 ઓવરમાં 7 વિકેટે 165 રન સુધી પહોંચી ગયું હતું.