
અમદાવાદ: આવતીકાલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં યોજાનાર NEET UG ૨૦૨૬ની પરીક્ષા અંતર્ગત રાજ્યમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

NEET 2026 Re Exam Date: NEET પેપર લીક કૌભાંડે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે અને વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ હોબાળા વચ્ચે, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે પહેલીવાર મીડિયા સમક્ષ હાજર થયા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારો પાતાળમાંથી પણ શોધી લઇશું. જોકે, પ્રેસ કોન્ફરન્સ પહેલા જ NTA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવી તારીખો વિશે માહિતી આપી દીધી હતી. વિદ્યાર્થીઓ 21 જૂને ફરી પોતાનું નસીબ અજમાવશે. પ્રવેશ કાર્ડ અને પરીક્ષા કેન્દ્રો અંગેની માહિતી NTA દ્વાર