
Shamlaji Temple: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મનોરથને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય અને આકર્ષક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Aravalli Shamlaji Temple : અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શામળાજીના દર્શન માટે આવતા ભક્તો માટે મંદિર ખાતે વિવિધ ધાર્મિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાવન-ભાદો અને નૌકા વિહાર મનોરથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.