
Maitri Exercise 2026:ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મૈત્રી-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારતીય સેનાની ટુકડી સોમવારે થાઈલેન્ડ જવા રવાના થઈ હતી. બંને દેશોની સેનાઓ આ અભ્યાસ દરમિયાન જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશનનું પ્રશિક્ષણ મેળવશે

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) દ્વારા રાજસ્થાનમાં "Counter-UAS" થીમ આધારિત ROTOR CLAP III કવાયત સફળતાપૂર્વક યોજવામાં આવી. આ કવાયતનો મુખ્ય હેતુ ઉભરતા હવાઈ જોખમો, ખાસ કરીને ડ્રોન આધારિત ખતરાઓ સામે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને પ્રતિસાદ વ્યવસ્થાની ચકાસણી કરવાનો હતો. કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના વિવિધ હેલિકોપ્ટર એકમોને એકસાથે લાવી સંયુક્ત કામગીરી, ઝડપી પ્રતિસાદ અને આધુનિક યુદ્ધ પરિસ્થિતિમાં જરૂરી ઓપરેશનલ ખ્યાલોને...