માર્ચમાં કેરેબિયન પ્રવાસમાંથી બહાર રહેલી ગ્રેસ હેરિસને ફરી ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે સધરલેન્ડ પણ વાપસી કરી છે. 2009થી સતત ટી20 વર્લ્ડ કપ રમતી એલિસ પેરી આ ટૂર્નામેન્ટમાં પોતાના 50 મેચ પૂર્ણ કરશે. નિકોલા કેરી 2020 બાદ પોતાનો પહેલો ટી20 વર્લ્ડ કપ રમશે. ત્રણ વર્ષ ટીમથી દૂર રહ્યા બાદ તે આ વર્ષની શરૂઆતમાં ફરી ટીમમાં પરત આવી છે. અલાના કિંગ પણ ટીમમાં સામેલ છે.