શેરબજારમાં મંગળમય શરૂઆત: નિફ્ટી 24,000ની પાર, સેન્સેક્સમાં 277 અંકનો ઉછાળો
ભારતીય શેરબજારમાં મંગળવારે મહિનાના અંતિમ ટ્રેડિંગ સેશનની શરૂઆત તેજી સાથે થઈ છે. સોમવારે થયેલા ઘટાડા બાદ આજે રોકાણકારોમાં ફરી એકવાર સકારાત્મક માહોલ જોવા મળ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 277 અંકના ઉછાળા સાથે 77,005ના સ્તરે ખુલ્યો, જ્યારે નિફ્ટી 50 પણ 85 અંકની મજબૂતી સાથે 24,032.05ના સ્તરે પહોંચીને 24,000નો મહત્વપૂર્ણ આંકડો પાર કરવામાં સફળ રહ્યો.
Growth Now News