L

Lebanon Ceasefire

Strait Of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટને લઇને મોટા સમાચાર, ઈરાને જહાજોની અવરજવર માટે રસ્તો ખુલ્લો મૂક્યો

Strait Of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટને લઇને મોટા સમાચાર, ઈરાને જહાજોની અવરજવર માટે રસ્તો ખુલ્લો મૂક્યો

Strait Of Hormuz: મિડલ ઇસ્ટમાંથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે, જેણે વૈશ્વિક રાજકારણ અને તેલ બજાર બંનેનું ધ્યાન ખેંચ્યું છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. લાંબા સમયના તણાવ અને ભય પછી, આ દરિયાઈ માર્ગ હવે ફરીથી ખોલવામાં આવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટપણે કહ્યું કે લેબનોનમાં યુદ્ધવિરામ બાદ, તમામ કોમર્શિયલ જહાજો માટે રસ્તો ખુલી ગયો છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે આ નિર્ણય કાયમી નથી, આ મુક્તિ ફક્ત લેબનોનમાં યુદ્ધવિરામના સમયગાળા માટે જ અમલમાં રહેશે.

Rupin Bakraniya