Rani Mukerji Honorary Doctorate: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રાણી મુખર્જીને આજે ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટર ઑફ લેટર્સ (D.Litt.)ની પદવી એનાયત કરવામાં આવી. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્ન (IFFM) 2026ના ભાગરૂપે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમયથી આપેલા તેમના યોગદાન તેમજ મહિલાઓ, બાળકો અને વંચિત...