અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયે કઠવાડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરા તરફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગેટ નંબર -1 પાસે અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ગાડીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ લેવા માટે પાણીનો મારો કર્યો હતો. આગના કારણે આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો હતો.