અભિનેત્રી સારા અલી ખાને રવિવારે પોતાના ચાહકો સાથે એક ખાસ પારિવારિક ક્ષણ શેર કરી છે. સારાએ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો કોલાજ પોસ્ટ કર્યો, જેમાં તેમની દાદી શર્મિલા ટાગોર અને માતા અમૃતા સિંહ સાથેના યાદગાર પળો જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી ભારે પ્રશંસા મેળવી રહી છે.