બેંગલુરુના કોટ્ટીગેપાલ્યા વિસ્તારમાં શનિવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. કામાક્ષીપાલ્યા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અય્યપ્પા મંદિર નજીક એક જ પરિવારના ત્રણ સભ્યોની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે 34 વર્ષીય પ્રશાંતે પોતાની માતા, દાદી અને એક સગાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી.