Jio Prime: દેશની અગ્રણી ટેલિકોમ કંપની Jioએ પોતાની 10 વર્ષની સફરની ઉજવણી નિમિત્તે Jio Prime Membershipને ફરી રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી નવી મેમ્બરશિપનો મુખ્ય હેતુ ગ્રાહકોને આગામી એક વર્ષ માટે તેમના હાલના પાત્ર ટેરિફ પ્લાનની કિંમત અંગે વધારાની નિશ્ચિતતા આપવાનો છે.