Japan Earthquake: ઉત્તર જાપાનમાં ફરી એકવાર આવેલા વિનાશક ભૂકંપે બધાને ડરાવી દીધા છે. આ કારણે સુનામીનો ભય પણ છે. સોમવારે બપોરે લગભગ 4:53 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:23 વાગ્યે) સાનરિકુ કિનારા નજીક સમુદ્રમાં શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, જાપાન હવામાન એજન્સી (JMA) એ તાત્કાલિક દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી.