જામનગરના દરેડ GIDCના ચેલા ચંગાની સીમ નજીક આવેલા એક કારખાનાની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનામાં બે મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.