
પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈરાન અને ઇઝરાયલ એકબીજા પર ભીષણ મિસાઇલ હુમલા કરી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ બંને દેશોને હુમલાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. રવિવારે રાત્રે ઈરાને ઈઝરાયલના અનેક શહેરો પર હુમલા કર્યા હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો અને ઇઝરાયલને બદલો ન લેવા વિનંતી કરી.

Middle East Tensions : ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બુધવારે અમેરિકા અને ઈઝરાયલ જેવા હરીફોને કડક ચેતવણી આપી છે. સૈન્યએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો ઈરાન સામે ફરીથી કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે, તો આગામી યુદ્ધ ફક્ત મધ્ય પૂર્વ પૂરતું મર્યાદિત રહેશે નહીં. ઈરાને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા પાલન નહીં કરે,...