શેરબજારમાં ફરી તેજી! અમેરિકા-ઈરાન ડીલના સમાચારથી સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 24 હજારને પાર
વૈશ્વિક તણાવ અને સતત ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ફરી જોરદાર તેજી જોવા મળી છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત વધારા સાથે બંધ થયા. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારના સમાચારથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, જેના કારણે બજારમાં ખરીદીનું વાતાવરણ બન્યું. ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડાએ પણ બજારને મજબૂત ટેકો આપ્યો. દિવસના કારોબાર દરમિયાન રોકાણકારોએ ભારે ખરીદી કરી, અને ઘણા મુખ્ય શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો.
Rupin Bakraniya