I

Iran America Tension News

ઇરાની સેનાની ખુલ્લી ધમકી, અમેરિકા સાથે ફરી યુદ્ધ થઈ શકે

ઇરાની સેનાની ખુલ્લી ધમકી, અમેરિકા સાથે ફરી યુદ્ધ થઈ શકે

Iran America Tension: ઇરાને અમેરિકા અંગે એક મોટું અને કડક નિવેદન આપ્યું છે. ઇરાની લશ્કરી અધિકારી સરદાર અસદીએ કહ્યું કે, અમેરિકા સાથે ફરીથી યુદ્ધ ફાટી શકે છે અને ઇરાનની સેના કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે આરોપ લગાવ્યો કે, અમેરિકા કરારોનું પાલન કરતું નથી અને તેના નિવેદનો ફક્ત મીડિયા અને તેલના ભાવને નિયંત્રિત કરવા માટે છે.

Growth Now News
ઇરાને યુદ્ધવિરામ લંબાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો, દરિયાઈ ક્ષેત્રે તણાવ વધ્યો

ઇરાને યુદ્ધવિરામ લંબાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો, દરિયાઈ ક્ષેત્રે તણાવ વધ્યો

Iran America Tension: અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે ઈરાનના શક્તિશાળી લશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) હોર્મુઝ સ્ટ્રેટમાં બે જહાજો જપ્ત કરવાનો દાવો કર્યો છે. ઈરાનના રાજ્ય મીડિયા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ અનુસાર, આ જહાજોની ઓળખ "MSC-FRANCESCA" અને "EPAMINODES" તરીકે કરવામાં આવી હતી. આ જહાજોમાંથી એક દુબઈથી ગુજરાતના મુન્દ્રા બંદર તરફ આવી રહ્યું હતું. આ જહાજોને હવે ઈરાની જળસીમામાં લઈ જવામાં આવી રહ્યા છે.

Growth Now News
અમેરિકા-ઇરાન વચ્ચે ડિલની શક્યતા, પાકિસ્તાનમાં નવી ચર્ચા માટે તૈયારીઓ શરૂ

અમેરિકા-ઇરાન વચ્ચે ડિલની શક્યતા, પાકિસ્તાનમાં નવી ચર્ચા માટે તૈયારીઓ શરૂ

Iran America Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટોનો નવો રાઉન્ડ ઇસ્લામાબાદમાં થવાની ધારણા છે. અમેરિકા અને ઈરાને સંકેત આપ્યો છે કે, તેઓ ઇસ્લામાબાદમાં યુદ્ધવિરામ વાટાઘાટોના નવા રાઉન્ડમાં ભાગ લેશે. મંગળવારે બે પ્રાદેશિક અધિકારીઓએ આ માહિતી આપી.

Growth Now News
યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો, UAEએ કહ્યું - અમને અમેરિકાની જરૂર નથી

યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો, UAEએ કહ્યું - અમને અમેરિકાની જરૂર નથી

Iran America Tension: મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને યુનાઇટેડ સ્ટેટ્સ (USA) વચ્ચેનો વિવાદ વકર્યો છે. આ વાતનો ખુલાસો અગ્રણી અમીરાતી વિશ્લેષક અબ્દુલ ખાલિક અબ્દુલ્લાએ કર્યો હતો. તેમણે કહ્યું કે, UAEને હવે તેની સુરક્ષા માટે ફક્ત અમેરિકા પર આધાર રાખવાની જરૂર નથી. તેમના મતે દેશમાં યુએસ લશ્કરી થાણા હવે સુરક્ષાના સ્ત્રોતને બદલે બોજ બની શકે છે.

Growth Now News
ટ્રમ્પના નવા નિવેદનથી હડકંપ, લખ્યું - આજે રાતે કંઈક મોટું-ખતરનાક થઈ શકે છે!

ટ્રમ્પના નવા નિવેદનથી હડકંપ, લખ્યું - આજે રાતે કંઈક મોટું-ખતરનાક થઈ શકે છે!

Iran America Tension: ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે આજે રાત્રે ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે. વ્હાઇટ હાઉસે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું - બસ હવે બહુ થયું. સોમવાર છે. કોઈ બહાનું નથી... બસ જીતવું છે.

Growth Now News
ઇરાનના ઉપરાષ્ટ્રપતિ આરિફની મોટી જાહેરાત, દુનિયા ચુકાવશે મોટી કિંમત... તેલબજારમાં મોટી હલચલ

ઇરાનના ઉપરાષ્ટ્રપતિ આરિફની મોટી જાહેરાત, દુનિયા ચુકાવશે મોટી કિંમત... તેલબજારમાં મોટી હલચલ

Iran-America Tension: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે હવે વૈશ્વિક તેલ બજારમાં મોટી અફરાતફરી મચી છે. ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રાજા આરિફે કહ્યું છે કે, વૈશ્વિક સ્તરે ઇંધણની કિંમતો ત્યારે જ સ્થિર થઈ શકશે, જ્યારે ઇરાનના તેલ નિર્યાત પર આર્થિક અને સૈન્ય દબાણ ન હોય.

Growth Now News