Indian Coast Guard Har Ghar Tiranga Campaign: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ (ICG)ના રિજનલ હેડક્વાર્ટર (નોર્થ-વેસ્ટ) અને તેની હેઠળની વિવિધ યુનિટ્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન ઓખાથી વેરાવળ સુધી યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિની ભાવના અને તટીય...