નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ સમુદ્રી માર્ગો પર થઈ રહેલા હુમલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને સંયમ રાખવા તેમજ સંવાદના માર્ગે આગળ વધવા અપીલ કરી છે. તાજેતરમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક અનેક વ્યાપારી જહાજો પર હુમલાની ઘટનાઓ સામે આવી...