પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો, 10 દિવસમાં ત્રીજી વખત ભાવ વધ્યા
Petrol Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી સીએનજીનો દર 80.09 રૂપિયા હતો, જે હવે વધીને 81.09 રૂપિયા થઈ ગયો છે. દરમિયાન, સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કર્યો છે. એકંદરે, છેલ્લા 10 દિવસમાં ભાવમાં આશરે 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
Rupin Bakraniya