નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપતાં તેને દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દોડનારી આ ટ્રેનનું ઉદ્ઘાટન કરતા પહેલાં તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ દિવસ આત્મનિર્ભર ભારત અને સતત વિકાસ તરફનું મહત્વપૂર્ણ સોપાન છે. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે ભારતને પ્રથમ હાઇડ્રોજન ટ્રેન મળવાનું સ્વપ્ન હવે સાકાર થયું...