ભારતીય મેન્સ વોલીબોલ ટીમે અમદાવાદમાં રમાઈ રહેલા AVC Men's Volleyball Cup 2026માં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. પૂલ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા ત્રણ સેટમાં 3-0થી હરાવી સતત પાંચમી જીત મેળવી અને પ્રથમ વખત પૂલમાં ટોચનું સ્થાન મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.