દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી સાથે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. કેરળમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત બાદ દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ, આંધી અને કરા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી ત્રણ દિવસ સુધી દેશના અનેક ભાગોમાં તોફાની હવામાન રહેવાની આગાહી કરી છે.