અમદાવાદના પાલટી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ થયુ હતુ. જેના કારણે બે જૂથો સામ સામે આવી ગયા હતા. પાલડી અને ગાંધીનગર હાઈવે સ્થિત બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપની બાજુમાં લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ જોતજોતામાં કોમી આંતરજૂથ અથડામણું રુપ લઈ લીધુ હતુ. જેના કારણે બે પક્ષો હથિયાર વડે આમને સામને આવી ગયા હતા.