
Petrol Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી સીએનજીનો દર 80.09 રૂપિયા હતો, જે હવે વધીને 81.09 રૂપિયા થઈ ગયો છે. દરમિયાન, સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કર્યો છે. એકંદરે, છેલ્લા 10 દિવસમાં ભાવમાં આશરે 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

Petrol Diesel Price Hike India: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો છે. 15 મેના રોજ પહેલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે 19 મેના રોજ તેની કિંમતમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે જોવામાં આવે તો, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 4 રૂપિયાનો વધારો થયો છે, પરંતુ હવે નિષ્ણાતો કહે છે કે આ વધારો પૂરતો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 13