ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દવાના નમૂનાઓનું સતત પરીક્ષણ કરી ભેળસેળ-વેચાણ કરતાં તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે 1.21 કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.