
Kutch Earthquake : કચ્છ જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ચર્ચા જોવા મળી હતી. રાત્રે 12:54 કલાકે ધરતી ધ્રૂજવાનો અનુભવ થયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધાઈ.

ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુરુવારે બપોરે થોડા જ મિનિટોના અંતરે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર સૌથી વધુ 3.6ની તીવ્રતા નોંધાઈ હતી. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી.