Jamnagar : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાંની સિઝનની પ્રથમ આવક શરૂ થઈ છે. સિઝનની શરૂઆતમાં જ મરચાંના સારા ભાવ મળતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.