
Gujarat Police : ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે ગુજરાત પોલીસે નશાના કાળા કારોબાર સામે મેળવેલી મોટી સફળતાના આંકડા જાહેર કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં રૂ.13,600 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી 3,700થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 5,346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને પોલીસની આક્રમક કામગીરીના કારણે ડ્રગ્સ માફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.