મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 5 ફૂટ લાંબો ધામણ સાપ જોવા મળતા થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. એપાર્ટમેન્ટ પરિસરમાં સાપ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે સ્નેક રેસ્ક્યૂ ટીમે સમયસર પહોંચી સાપને સુરક્ષિત રીતે પકડી બહાર કાઢતા મોટી ઘટના ટળી હતી.