આસામમાં પૂરથી પ્રભાવિત પરિવારોને રાહત આપવા રાજ્ય સરકારે મોટી સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ DBT મારફતે આશરે 75 હજાર પૂરગ્રસ્ત પરિવારોના ખાતામાં ₹112 કરોડની સહાય જમા કરાવી છે, જેમાં દરેક પરિવારને ₹15 હજારની અંતરિમ આર્થિક મદદ આપવામાં આવશે.