7th Pay Commission: પશ્ચિમ બંગાળની નવી સરકારે આજે રાજ્યના કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી સરકારની બીજી કેબિનેટ બેઠકમાં 7મા નાણાપંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં રાજ્યના કર્મચારીઓને વધુ પગાર મળશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન, ભાજપે કર્મચારીઓને 7મા પગાર પંચના અમલીકરણનું વચન આપ્યું હતું. નોંધનીય છે કે DA અંગે પણ એક નવું અપડેટ આવ્યું છે.