દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક CUET UG 2026 ફરી એકવાર વિવાદમાં આવી છે. 30 મેના રોજ યોજાયેલી પરીક્ષા દરમિયાન અનેક કેન્દ્રો પર ટેક્નિકલ ખામીઓ સર્જાતા હજારો વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સત્તાવાર માફી માગી છે અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.