Modi Meloni Colosseum Visit: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઇટાલી મુલાકાત દરમિયાન ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે રોમના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારક Colosseumની મુલાકાત લીધી હતી. બંને નેતાઓની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યા હતા. રોમમાં પ્રધાનમંત્રી મેલોની સાથેની મુલાકાત અને કોલોઝિયમની મુલાકાત વિશે પીએમ મોદીએ શું કહ્યું તે જાણીએ.