અક્ષર પટેલના ખરાબ ફોર્મ પાછળ કેપ્ટનશીપનું પ્રેશર જવાબદાર: ઈરફાન પઠાણ
આઈપીએલ 2026માં દિલ્હી કેપિટલ્સની કથળતી જતી હાલત વચ્ચે હવે કેપ્ટન અક્ષર પટેલની ફોર્મ વિવાદના વમળમાં ફસાઈ છે. પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે અક્ષર પટેલના પ્રદર્શનમાં આવેલા ઘટાડા માટે કેપ્ટનશીપના વધારાના ભારને જવાબદાર ઠેરવ્યો છે. પઠાણના મતે, અક્ષર બીજા બોલરો પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાની વ્યૂહરચનામાં એટલો ગૂંચવાયેલો રહે છે કે તે પોતાની મુખ્ય તાકાત એટલે કે પાવરપ્લે બોલિંગને જ નજરઅંદાજ કરી રહ્યો છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આજે કોલકાતા સામે દિલ્હી માટે 'કરો યા મરો' જેવો જંગ છે, ત્યા
Rahul Desai