ફાઇનલ મુકાબલામાં સિંધુએ યજમાન દેશની ચાર વખતની ચેમ્પિયન અકાને યામાગુચીને સીધા ગેમમાં 21-17, 21-17થી પરાજય આપ્યો હતો. ટોક્યો મેટ્રોપોલિટન જિમ્નેશિયમમાં રમાયેલા આ મુકાબલામાં સિંધુએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી.