પાકિસ્તાનની 'નાપાક' હરકતોનો જડબાતોડ જવાબ આપો, રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર અમિત શાહની ‘ગર્જના’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બિકાનેરની ઐતિહાસિક ધરતી પર પહોંચ્યા, જ્યાં 1965 અને 1971ના યુદ્ધોમાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. સાંચુ બોર્ડર આઉટપોસ્ટ (BOP) ખાતે વોચ ટાવર પર ચઢીને, ગૃહમંત્રીએ દૂરબીનની મદદથી સરહદ પારની સુરક્ષા પરિસ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરી. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બિકાનેરના સાંસદ અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ તેમની સાથે હાજર હતા.
Rupin Bakraniya