Arvalli Rain : અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ શામળાજી તેમજ ભિલોડા પંથકમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ વરસાદી માહોલ જામતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.