જૂનાગઢ શહેરના ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં બનેલી અત્યંત દુઃખદ ઘટનાને ધ્યાને લઈ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાયોગિક ધોરણે IN/OUT Registration System શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અમલવારી પ્રાયોગિક ધોરણે તા.૧૮મી જુલાઈથી શરૂ થશે.