Beyt Dwarka: બેટ દ્વારકા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ આવડ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં જ બેટ પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે.