Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજની સરકારી B.Ed. કોલેજમાં અધ્યાપકોની સમયપાલન અને હાજરીને લઈને વિવાદ સામે આવ્યો છે. કોલેજના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. રામભાઈ ચોચાએ કેટલાક પ્રોફેસરો સામે અનિયમિતતાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ઉચ્ચ શિક્ષણ કમિશનર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.