આસામ: આસામ વિધાનસભા ચૂંટણી 2026માં Himanta Biswa Sarmaના નેતૃત્વ હેઠળ Bharatiya Janata Partyએ ઐતિહાસિક જીત નોંધાવી છે. ભાજપે સતત ત્રીજીવાર સત્તા મેળવતા રાજ્યના રાજકારણમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. આ જીત પાછળ હિમંત બિશ્વા સરમાની ‘મામા’ તરીકેની લોકપ્રિય છબી મહત્વપૂર્ણ બની. મહિલાઓ અને ગ્રામિણ મતદારો સાથે સીધો લાગણીસભર જોડાણ ઉભું કરીને તેમણે મજબૂત વોટબેંક તૈયાર કરી. ‘ઓરુણોદોય’ જેવી યોજનાઓ દ્વારા આર્થિક સહાય સીધી લોકો સુધી પહોંચતા ભાજપને મોટો ફાયદો થયો.