અમદાવાદમાં રથયાત્રા પૂર્વે કાયદો-વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે શરૂ કરાયેલી વિશેષ ડ્રાઇવ અંતર્ગત SOG ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર વિસ્તારમાંથી એક શખ્સને દેશી બનાવટના તમંચા અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે.