દક્ષિણ ભારતના પ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા પ્રવાસીઓ માટે IRCTC દ્વારા ખાસ ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. IRCTC પશ્ચિમ ઝોન, અમદાવાદના રિજનલ મેનેજરના માર્ગદર્શન હેઠળ ‘દેખો અપના દેશ’ પહેલ અંતર્ગત 6 રાત્રિ અને 7 દિવસની ‘સાઉથ ઇન્ડિયા ડિવાઇન ટૂર’નું આયોજન કરવામાં આવ્યું છે.